Review on audio/ video... by Nehalben Gadhavi


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર 

નામ : ખમળ ગોપાલ ભનુભાઈ 
એનરોલમેન્ટ નં: 221060030023 
સેમેસ્ટર -1 
વિષય : LPC-1 ગુજરાતી ભાષા 
વિષયાંગ : પ્રેક્ટિકલ વર્ક 
પ્રવૃત્તિ : 2
માર્ગદર્શક : શ્રી મુકેશભાઈ ધારૈયા 

                     Welcome to gopalkhamal.blogspotcom...

 https://youtu.be/8W8zkAEKto4 
      
        અહીં આ વિડિઓમાં નેહલબેન ગઢવીએ ઘણી બધી માહિતી આપી છે... તેઓ ખૂબ સારા વક્તા છે... તેમણે જે માહિતી આપી છે તે આ પ્રમાણે છે ...

     તેઓ તેના વક્તવ્યની શરૂઆત એક સોશિયલ મીડિયાના ઉદાહરણ દ્વારા કરે છે. તેઓ જણાવે છે કે ફેસબુકમાં તમારે ભલે ગમે તેટલા ફોલોવર્સ હોય પરંતુ જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તમને કોઈ પૂછે પણ નહિ કે કેમ શું થયું કેમ દુઃખી છે તો એ ફોલોવર્સ કોઈ પણ કામના નથી. તમે કોઈને ફોલોવ કરો એના કરતા તમને કોઈ ફોલોવ કરે એવું તો જીવી જ લેવું જોઈએ. 
            
                                
               બેટરીના ઉદાહરણ દ્વારા તેઓ જણાવે છે કે દરેક વ્યક્તિએ પોતાની બેટરી ચાર્જ કરી શકાય તેવો પ્લગ તો શોધી  લેવાની જરૂર છે. નોળિયો અને સાપની જ્યારે લડાઈ થાય છે ત્યારે નોળિયો તેના દરમાં જાય છે અને કઈ સૂંઘીને ફરીથી લડાઈ  કરે છે અને સાપ સાથે લડીને તેને  હરાવે છે. તે દરમાં જઈને જે સૂંઘે છે તે નોળવેલ છે. જીવનમાં ગમે ત્યારે તમે હારો ત્યારે તમારી પાસે એક નોળવેલ હોવી જોઈએ. જેમને તમે  તમારા પ્રોબ્લેમ કહી શકો અને તેની પાસેથી તમે હિંમત મેળવીને સમસ્યા સામે ફરી લડી શકો. 
            
           " No  gain without pain ." 
              
   સંઘર્ષ કર્યા સિવાય કશું મળતું નથી. આવતી કાલના સુખ માટે તમારે આજે સંઘર્ષ કરવો જ પડશે.બધાને લાગે છે કે કોલેજના દિવસો એટલે મજા કરવાના દિવસો પણ તેની સાથે તે આવતી કાલના ઘડતર માટેના પણ દિવસો છે.  આજે સફળ વ્યક્તિ બની જવું સહેલું છે પણ તે સફળતાને જાળવી રાખવી તે ખૂબ અઘરું છે. એ હંમેશા યાદ રાખવું કે તમારી સફળતા એ જ તમારી સુંદરતા છે. 
       
       "Successful is always beautiful." 
                 
               ગાંધીજીનો ફોટો રિઝર્વ બેન્કે નોટો પર રાખ્યો છે કેમ કે તે એક સફળ વ્યક્તિ હતા. નોબેલ પ્રાઇઝ એમ કહે છે કે અમને અફસોસ છે કે અમે બે વ્યક્તિને નોબેલ પ્રાઈઝ ના આપી શક્યા. એક મહાત્મા ગાંધી અને બીજા ખલીલ જિબ્રાન . શાંતિનું નોબેલ જેને પણ મળે છે તે કહે છે કે મને આવું કરવાની પ્રેરણા ગાંધીજી પાસેથી મળે છે . આમ , ગાંધીજીને દર વર્ષે શાંતિનું નોબેલ મળે છે. 
                   
                           

                 આપણે ઘણી બધી સ્પીડે ભાગીએ છીએ પણ આ સમય બચાવી તેનું કરવાનું છે શું એ આપણે નથી જાણતા. દિશાવિહીન ગતિનો કોઈ ઉપયોગ j નથી.   જે લોકો દુનિયામાં સીધા ચાલ્યા છે તેને ક્યારેય કોઈ યાદ કરતું j નથી. પણ યાદ તો એવા લોકો ને કરે છે જેને પોતાની કેડીઓ બનાવી છે ને એની પાછળ લોકો ચાલે છે. બીજી એક વાત એ છે કે જગતના અભિપ્રાયોથી ક્યારેય ડરવું નહીં. તમારું કોઈ મૂલ્યાંકન કરે એ પેલા તમે જ તમારું મૂલ્યાંકન કરો . તમે તમારી સંઘર્ષ જાતે ઊભો કરો.  
      
          બેન સરસ મજાનું એક ફિલ્મનું ઉદાહરણ આપે છે ને કહે છે કે એ ફિલ્મમાં એક ડાયલોગ હતો કે ... 
        वो काम कभी मत करना , जिसमे मजा , मौका और मकसद न हो । 
                 એવું કામ કરવું કે જેથી લોકોને તમારી રાહ જોવી પડે કે એ નહિ આવે તો નહિ થાય. તમારું સ્થાન કોઈ ભૂસી શકે તેવું સહેલું સ્થાન ક્યારેય ના લેવું. બીજું કે કોઈના પ્રેમ અને સન્માનને ક્યારેય આપણી લાયકાત સમજવાની ભૂલ ક્યારેય ન કરવી. કોઈ આપણને આપણી લાયકાત બતાવે તે પહેલાં જ આપણે આપણી લાયકાત કેળવી લેવી જોઈએ.  
 
          જીવનમાં થોડુક રિસ્ક ફેક્ટર ડેવલપ કરવું. રિસ્ક લેતા ડરવું નહીં. પોતાના કંફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું છે. તેઓ આઈન્સ્ટાઈનનું ઉદાહરણ આપે છે કે એકવાર આઈન્સ્ટાઈનના વિદ્યાર્થીએ તેને બોવ ખરાબ રીતે કીધું કે સાહેબ તમે છેલ્લા ચાર પાંચ વર્ષ થી એક ના એક જ પેપર કાઢો છો કઈ નવું નહિ. ત્યારે આઈન્સ્ટાઈને બોવ સરસ જવાબ આપ્યો કે હા પેપર તો હું દર વર્ષે સરખા કાઢું છું પણ તું આ વખતે નવા જવાબ લખજે.  

           ગૂગલ આજે બધાનું ગુરુ બની ને બેઠું છે પણ આપણે આપણા ગુરુને ના ભૂલવા જોઈએ કેમ કે ગૂગલ રસ્તામાં આવતા ખાડા નહિ બતાવે જ્યારે ગુરુ તમને બધા રસ્તાથી વાકેફ કરશે. આપણ  સપના અને ક્ષમતા વચ્ચે બોવ ભેદ  અંતર ના રાખવો જોઈએ.  કેમ કે જો ભેદ  હશેને તો બોવ હેરાન થવું પડશે.  જે વૃક્ષ જમીન સાથેનો સંપર્ક છોડી દે એ ક્યારેક ફળ  નથી આપતું એ યાદ રાખવું.  જીવનમાં એવું કઈક કરવું કે બધાને તમારી પાસે આવવું પડે. પોતાના નક્કામા વિચાર પર શ્રદ્ધા અને સંઘર્ષની તૈયારી બતાવવી. ફેસ મેકઅપ સાથે સાથે મેન્ટલ મેકઅપ પણ કરવો કે તમારી કુરૂપતાને  પણ બધાએ સ્વીકારવી પડે. તમારી ગેરહાજરીની બધા નોંધ લેવા પડે અને ધીરજથી તમારા સપનાની રાહ જોતા થાઓ. 

          એક કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો હોય છે. એટલે છોકરા વહેલા આવી જાય છે તો એ લોકો જુએ છે કે  કેમ્પસમાં ચાર બકરીઓ છે તો અમને ટીખળ સુજે છે . તેઓ ચારેય બકરી પર એક , બે, ત્રણ અને પાંચ એમ લખી દે છે , ચાર નથી લખતા.  શિક્ષકો આવે છે તો કહે છે કે અરે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે ને આ બકરીઓ બધું તોડી ફોડી નાખશે એને કાઢો . તે જુવે છે કે એક , બે , ત્રણ અને પાંચ નંબરની બકરી છે પણ ચોથા નંબરની બકરી મળતી નથી આખી કોલેજ એ બકરી ને ગોતે છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. જીવનમાં  પણ બધા એવી બકરીની શોધમાં છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી.  
   
       જીવનમાં સૌથી સારામાં સારો અનુભવ એ હોય છે કે કોઈ કહે કે તારાથી કઈ નહિ થાય ને તમે એ કરી બતાવો એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારી  જાતને કઈ બાજુ લઇ જવી... 

                              આભાર... 
                 
                  
           

Comments

Post a Comment

Popular posts from this blog

Review on poem ... i had dove...

Corona & Lockdown

Moral Values in Literature